મારા મિત્રો, બદલો વાળતા નય; એને બદલે, ઈ કામ પરમેશ્વરનાં કોપને કરવા દયો. શાસ્ત્રમા લખેલુ છે કે, બદલો લેવો ઈ મારૂ કામ છે, અને હું બદલો લેય, એમ પરભુ કેય છે.
ભુંડાની હામે ભુંડા નો થાવ, અને ગાળ નો દયો, પણ એના બદલે આશીર્વાદ જ દયો, કેમ કે, પરમેશ્વરે તમને બોલાવ્યા છે, જેથી તમે બીજાને આશીર્વાદ દય હકો, જો તમે આવું કરો છો તો, પરમેશ્વર પણ તમને આશીર્વાદ દેહે.
જે લોકોને જેલખાનામાં પુરાવાનુ નક્કી છે, તેવો નક્કી જેલખાનામાં પુરવામા આયશે અને જેની હાટુ નક્કી છે કે, ઈ તલવારથી મરે તેઓ નક્કી તલવારથી જ મરશે, ઈ હાટુ જરૂરી છે કે, પરમેશ્વરનાં લોકો ઈ મુશ્કેલીઓને સહન કરે, જેનો ઈ અનુભવ કરે છે અને એના પ્રત્યે વફાદાર રેય.