44 ઈ ફરીથી તેઓને મુકીને ગયો, અને ત્રીજીવાર ઈ જ પ્રાર્થના કરી.
તઈ ઈસુએ ફરીથી આવીને તેઓને પાછા હુતા જોયા કેમ કે, તેઓ બોવ નીંદરમાં હતા.
તઈ ઈસુએ ચેલાઓની પાહે આવીને કીધુ કે, “હવે હુતા રયો, અને પોરો ખાવ, જોવ ઈ વખત પાહે આવ્યો છે, અને માણસનો દીકરો પાપી લોકોના હાથમાં પકડાવવામાં આયશે,
પ્રાર્થના કરતી વેળાએ બિનયહુદીઓની જેમ લવારો નો કરો. કેમ કે, ઈ લોકો એમ વિસારે છે કે, વધારે બોલવાથી તેઓનું હાંભળવામાં આયશે.
ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, સદાય પ્રાર્થના કરવી જોયી, અને કાયર થાવુ નય, આ બતાવવા હાટુ જ તેઓને એક દાખલો આપતા કીધુ કે,
આની વિષે મેં પરભુને ત્રણ વાર વિનવણી કરી કે, મને આવા દુખાવાથી આઘો રાખે.