43 તઈ ઈસુએ ફરીથી આવીને તેઓને પાછા હુતા જોયા કેમ કે, તેઓ બોવ નીંદરમાં હતા.
વળી ઈસુએ બીજીવાર જયને પ્રાર્થના કરી કે, “ઓ મારા બાપ, આ પ્યાલો મારા પીધા વગર આઘો નો થય હકે; તો તારી ઈચ્છા પરમાણે થાય.”
ઈ ફરીથી તેઓને મુકીને ગયો, અને ત્રીજીવાર ઈ જ પ્રાર્થના કરી.
હવે પિતર અને બીજા ચેલાઓ જે ઈસુની હારે હતાં, તેઓ નિંદરથી ઘેરાયેલા હતાં; પણ જઈ એની નિંદર ઉડી ગય, તઈ તેઓએ ઈસુની મહિમા જોય અને એની હારે ઉભા ઈ બે માણસોને પણ જોયા.
અને યુતુખસ નામનો એક જુવાન માણસ બારીએ બેઠો હતો, અને જઈ પાઉલ મોડે હુધી વાતુ કરતો રયો, તો એને બોવ નિંદર આવવાને લીધે ત્રીજા માળેથી નીસે પડયો, અને તઈ થોડાક માણસોએ ધોડીને નીસે જયને એને ઉભો કરયો તો ઈ મરી ગયો હતો.
દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રેવું કેમ કે, પરમેશ્વર તરફથી નો હોય એવો કોય અધિકાર હોતો નથી; જે અધિકારીઓ છે, ઈ પરમેશ્વરથી નિમાયેલા છે.