40 પછી એણે ચેલાઓ પાહે આવીને તેઓને હુતા જોયા અને પિતરને કીધુ કે, “શું તમે મારી હારે એક કલાક પણ જાગી હકતાં નથી?
જઈ વરરાજાને આવતાં વાર લાગી, એટલામાં ઈ બધ્યુય, ઝોલા ખાયને હુઈ ગયુ.
પિતરે એને કીધુ કે, “જો તારી હારે મારે મરવું પડે તો પણ હું તારો નકાર નય કરું.” અને બધાય ચેલાઓએ એમ જ કીધુ.
તઈ ઈસુએ તેઓને કીધુ કે, “મને એવું લાગે છે કે, હું મરવાની ઘડીમાં છું, ઈ હાટુ તમે આયા મારી હારે જાગતા રયો.”
જાગતા અને પ્રાર્થના કરતાં રયો કેમ કે, તમે પરીક્ષણમાં નો આવો! આત્મા તો તૈયાર છે, પણ દેહ નિર્બળ છે.”
તઈ ઈસુએ ફરીથી આવીને તેઓને પાછા હુતા જોયા કેમ કે, તેઓ બોવ નીંદરમાં હતા.
જઈ ઈસુ પાછો આવ્યો અને ત્રણેય ચેલાઓને હુતા જોયા, એણે સિમોન પિતરને કીધું કે, “હે સિમોન તુ હુતો છો? શું તુ એક કલાક પણ જાગી નથી હકતો?
જઈ ઈસુ પ્રાર્થના પુરી કરીને ઉભો થયો, તઈ પોતાના ચેલાઓની પાહે આવ્યો, અને દુખી થયને એના ચેલાઓને હુતા જોયા.
હવે પિતર અને બીજા ચેલાઓ જે ઈસુની હારે હતાં, તેઓ નિંદરથી ઘેરાયેલા હતાં; પણ જઈ એની નિંદર ઉડી ગય, તઈ તેઓએ ઈસુની મહિમા જોય અને એની હારે ઉભા ઈ બે માણસોને પણ જોયા.