હવે પાસ્ખા તેવાર અને બેખમીર રોટલીનો તેવાર બે દિવસો પછી સાલું થાવાનો હતો. અને મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો આ વાતની તપાસમાં હતાં કે, ઈસુને કેવી રીતે દગાથી પકડીને મારી નાખવો.
પણ મને બીક લાગે છે કે, જેમ શેતાન એરુના રૂપમાં પોતાની સાલાકીથી ઓલી બાય હવાને છેતરી, ઈ જ તમારા મનને પણ તે પ્રમાણિકતા અને પવિત્રતાથી જે તમે મસીહમાં સેવા કરો છો ક્યાક એને છોડી નો દયો.