26 તેઓ ખાતા હતા તઈ ઈસુએ હાથમાં રોટલી લયને, પરમેશ્વરનો આભાર માનીને તોડી અને ચેલાને આપીને કીધુ કે, “લ્યો આ ખાવ; આ મારો દેહ છે.”
પછી ઈસુએ લોકોને લીલા ખડમાં બેહવાનું કીધુ, અને ઈ પાંસ રોટલી અને બે માછલીઓ લયને સ્વર્ગ બાજુ જોયને પરમેશ્વરનો આભાર માનીને, રોટલી તોડી તોડીને પોતાના ચેલાઓને આપી, અને ચેલાઓએ લોકોને પીરસ્યું.
પછી એણે પ્યાલો લયને પરમેશ્વરનો આભાર માનીને પોતાના ચેલાઓને આપીને કીધું કે, “તમે બધાય એમાંથી પીવો,
ઈસુએ પાચ રોટલી અને બે માછલી લયને સ્વર્ગ તરફ જોયને પરમેશ્વરનો આભાર માનીને, રોટલી ભાંગી અને ચેલાઓને આપતા ગયા જેથી તેઓ લોકોને પીરસે, અને ઈ બે માછલીઓ પણ લોકોને પીરસી દીધી.
તઈ ઈસુએ દ્રાક્ષારસનો એક પ્યાલો લયને એણે પરમેશ્વરનો આભાર માન્યા પછી, એણે કીધું કે, “આ પ્યાલો લ્યો, અને તમે દરેકને ઈ આપો.”
જઈ ઈસુ એની હારે નીસે જમવા બેઠો, અને રોટલીઓ લયને પ્રાર્થના કરી, અને તેઓને તોડીને આપવા લાગ્યો.
ઈ દરોજ એક મનના થયને મંદિરમાં ભેગા થતા હતાં, અને ઘરે ઘરે પરભુ ભોજન લેતા અને ઉદાર મનથી રાજી થયને હારે હળી મળીને ખાતા.
અઠવાડિયાને પેલે દિવસે જઈ અમે પરભુભોજન લેવા હાટુ ભેગા થયા, તઈ પાઉલ એની હારે વાત-સીત કરવા મંડયો. એને બીજે દિવસે વયું જાવું હતું, એથી ઈ અડધી રાત હુધી વાત-સીત કરતો જ રયો.
તેઓ બધાયે એક જ આત્મિક પાણી પીધું હતું. એની હારોહાર જાવાવાળા આત્મિક પાણામાંથી એને ઈ પાણી પીધું હતું; ઈ પાણો તો મસીહ હતા.