20 જઈ હાંજ પડી તઈ ઈસુ બાર ચેલાઓની હારે ખાવા બેઠો.
ઈસુએ જેમ ચેલાઓને કીધુ હતું એવુ જ તેઓએ પાસ્ખા તેવાર હાટુ ખાવાનું તૈયાર કરયુ.
જઈ ઈસુ કય રયો, તઈ એના મનમા નિહાકો નાખીને તેઓએ ઈ સાક્ષી આપી કે, “હું તમને હાસે હાસુ કવ છું, તમારામાંનો એક મને દગાથી પકડાયશે”