19 ઈસુએ જેમ ચેલાઓને કીધુ હતું એવુ જ તેઓએ પાસ્ખા તેવાર હાટુ ખાવાનું તૈયાર કરયુ.
તઈ બે ચેલાઓ ગયા અને જેમ ઈસુએ તેઓને કીધુ હતું એમ જ કરયુ.
તઈ એણે કીધુ કે, “નગરમાં એક માણસની પાહે જાવ જેની હારે મેં પેલાથી જ વાત કરી છે એને કયો કે, ગુરુ કેય છે કે, મારો વખત પાહે આવ્યો છે, હું મારા ચેલાઓ હારે તારી ઘરે પાસ્ખાનો તેવાર મનાવવાનો છું”
જઈ હાંજ પડી તઈ ઈસુ બાર ચેલાઓની હારે ખાવા બેઠો.
જે કાય હું તમને આજ્ઞા આપું છું, જો એને તમે માનો તો હું તમારો મિત્ર છું
પણ ઈસુની માંએ ચાકરોને કીધું કે, “જે કાય ઈ તમને કેય, ઈ કરો.”