18 તઈ એણે કીધુ કે, “નગરમાં એક માણસની પાહે જાવ જેની હારે મેં પેલાથી જ વાત કરી છે એને કયો કે, ગુરુ કેય છે કે, મારો વખત પાહે આવ્યો છે, હું મારા ચેલાઓ હારે તારી ઘરે પાસ્ખાનો તેવાર મનાવવાનો છું”
તમે જાણો છો કે, હવે પાસ્ખા તેવાર અને બેખમીર રોટલીનો તેવાર બે દિવસ પછી સાલું થાવાનો છે, અને હું માણસનો દીકરો જેને વધસ્થંભ ઉપર જડાવવા હાટુ હોપી દેવામાં આયશે.
હવે પાસ્ખા તેવાર પેલા, ઈસુએ જાણી લીધું કે, મારો વખત આવી ગયો છે કે, જગતને મુકીને બાપની પાહે વયો જાવ, તો પોતાના ચેલાઓને, જે જગતમાં હતાં, જેઓ પ્રેમ ઈ રાખતો હતો, છેલ્લે હુધી એવો જ પ્રેમ રાખો.
ઈસુએ પોતાના ચેલાઓને આ બધીય વાતો કરીને પછી આભ તરફ ઉપર જોયને કીધું કે, હે બાપ, આ વખત આવી ગયો છે, તારા દીકરાની મહિમાવાન પરગટ કર, જેનાથી દીકરો પણ તને મહિમાવાન કરે.