13 હું તમને હાસુ કવ છું કે, આખા જગતમાં જ્યાં ક્યાય પણ આ હારા હમાસારનો પરચાર કરવામાં આયશે, ન્યા ઈ બાયે જે કાય પણ કરૂ છે, ઈ એની યાદગીરીને અરથે કેવામાં આયશે.
હું તમને હાસુ કવ છું કે, આખા જગતમાં જ્યાં ક્યાય પણ આ હારા હમાસારનો પરચાર કરવામાં આયશે, ન્યા ઈ બાયે જે કાય પણ કરયુ છે, ઈ એની યાદગીરી રીતે કેવામાં આયશે.”
તઈ એણે સ્વર્ગદુતને જોયને બીયને કીધું કે, “સાહેબ શું છે?” સ્વર્ગદૂતે એને કીધું કે, “તારી પ્રાર્થના અને તારું દાન પરમેશ્વરની આગળ યાદગીરી હાટુ પુગ્યું છે.
પણ તમારો વિશ્વાસ એક પાયાની જેમ મજબુત અને પાકો હોવો જોયી અને આશા ક્યારેય છોડવી નો જોયી જે તમને હારા હમાસારથી મળેલી છે. ઈજ હારા હમાસાર આભની નીસેના બધાય લોકોને બતાવામાં આવ્યા છે, અને હું પાઉલ એનો પરચાર કરવા હાટુ સેવક બન્યો.
જેમ આ હારા હમાસાર આખા જગતમાં ફેલાય રયા છે, અને બોવ બધાય લોકો હારા હમાસાર ઉપર વિશ્વાસ કરી રયા છે. અને દરેક જગ્યાએ લોકોના જીવનો બદલાય રયા છે ઠીક એમ જ જેમ તમારુ જીવન બદલી ગયુ જઈ તમે પેલીવાર હારા હમાસાર હાંભળા હતા અને પુરી રીતેથી પરમેશ્વરની કૃપાથી હંમજી ગયા હતા.
મસીહ બધાય લોકોને પાપ અને મરણમાંથી છોડાવવા હાટુ પોતાની જાતને બલિદાન કરી દીધો એના બલિદાન દ્વારા પરમેશ્વરે હાસા વખતે આ સાબિત કરયુ કે, ઈ બધાય લોકોને બસાવવા માગે છે.
અને મે એક બીજા સ્વર્ગદુતને આભમા ઉસે ઉડતા જોયો, ઈ સ્વર્ગદુતે ઈ હારા હમાસારને લીધેલો હતો, જે કોય દિવસ નથી બદલતા એણે જગતમાં રેનારા લોકો, દરેક દેશ, દરેક કુળ અને દરેક પરકારની ભાષામાં આની જાહેરાત કરી.