આગલી હાંજે, વિશ્રામવારનો દિવસ વીતી ગયા પછી, મગદલા શહેરની મરિયમ અને શાલોમી અને મરિયમ જે યાકુબની માં હતી, તેઓ સુંગધિત તેલ વેસાતી લયને આવી જેથી યહુદી રીવાજ પરમાણે ઈસુની લાશ ઉપર સોળી હકે.
અને પોતાના ઘરોમાં આવીને બાયુઓ ઈસુના દેહ ઉપર મસાલા અને સુગંધિત અત્તર મુકવા હાટુની તૈયારી કરી, અને યહુદી વિશ્રામવારના દિવસે તેઓએ મુસાના આજ્ઞા પરમાણે આરામ કરો.