9 પણ બુદ્ધિશાળીઓએ જવાબ દીધો કે, ખબર નય, કદાસ અમને અને તમને પુરૂ થાય એટલું તેલ નથી, ઈ હાટુ આ હારું છે કે, તમે વેસનારાઓની પાહે જાવ, પોત પોતાની હારું વેસાતી તેલ લીયાવો.
જાવ, હું તમને ઘેટાની જેવા વરુઓના ટોળામાં મોકલું છું, ઈ હાટુ એરુની જેવા હોશિયાર અને કબુતરની જેવા ભોળા થાવ.
તેઓમાં પાંસ મુરખ હતી, અને પાંસ બુદ્ધિશાળી હતી.
અને મુરખીઓએ બુદ્ધીશાળીઓને કીધુ કે, “તમારી પાહે જે તેલ છે એમાંથી થોડુંક અમને આપો કેમ કે, અમારી મશાલો ઠરી જાય છે.”
“ઈ હાટુ જે કોય મારી વાતો હાંભળે અને ઈ માંને છે, ઈ ડાયા માણસની જેમ કેવાહે, જેણે એનું ઘર પાણાના પાયા ઉપર બાંધ્યુ.
ઈ હાટુ તુ પસ્તાવો કર અને પાપ કરવાનું બંધ કર, અને પ્રાર્થના કર કે પરભુ તારા એવા ખરાબ વિસારોને માફ કરશે.