Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 25:1 - કોલી નવો કરાર

1 ફરી ઈસુએ એના ચેલાઓને કીધુ કે, જઈ માણસનો દીકરો પાછો આયશે, તઈ સ્વર્ગનું રાજ્ય દસ કુંવારીઓની જેવું હશે, જે પોત પોતાની મશાલો લયને વરરાજાને મળવા હાટુ બારે નીકળી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 25:1
43 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ તેઓની આગળ એક બીજો દાખલો આપ્યો કે, સ્વર્ગનું રાજ્ય એવુ છે કે, જેણે પોતાના ખેતરમાં હારા બી વાવ્યા.


વળી ઈસુએ તેઓને બીજો દાખલો આપ્યો કે, “સ્વર્ગનું રાજ્ય રાયના બી જેવું છે. કોય માણસ જયને પોતાના ખેતરમાં એને વાવ્યું છે.


ખેતર જગતના લોકો છે, હારા બી પરમેશ્વરનાં રાજ્યના લોકો છે, પણ લુણીના બી શેતાનના લોકો છે.


ફરી સ્વર્ગનું રાજ્ય માછલા પકડવાની મોટી જાળ જેવું છે કે, જયને લોકો દરિયામાં જાળ નાખીને હરેક જાતની માછલીઓ એમા પકડાણી.


સ્વર્ગનું રાજ્ય આ દાખલા જેવું છે: એક જમીનદાર જે પોતાની દ્રાક્ષાવાડી હાટુ મજુરો રોકવા હવારમાં વહેલો સોકમાં ગયો.


સ્વર્ગનું રાજ્ય આ દાખલા પરમાણે છે કે, એક રાજાએ પોતાના દીકરાના લગનનું જમણવાર ગોઠવ્યું.


તઈ તેઓ બધ્યુય કુંવારીઓ ઉઠીને પોત પોતાની મશાલો તૈયાર કરવા મંડયુ.


“પાપનો પસ્તાવો કરો કેમ કે, સ્વર્ગનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે.”


ઈ જ વખતે તમે તમારુ અજવાળું લોકોની આગળ એવુ અજવાળું થાવા દયો કે, તેઓ તમારી રૂડી કરણીઓ જોયને સ્વર્ગમાંના તમારા બાપનું નમન કરે.


ઈસુએ તેઓને કીધુ કે, “શું વરરાજો જાનૈયાની હારે હોય, ન્યા હુધી કોય હોગ કરી હકે છે?” પણ એવો દિવસ આયશે, જઈ વરરાજો તેઓની પાહેથી લેવાહે અને ઈ દિવસે બધાય ઉપવાસ કરશે.


તઈ યહુદા પોતાની હારે સિપાયના ટોળાને લયને અને મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકો પાહેથી સિપાયને લયને ફાનસો, મશાલો અને હથીયારો હારે લયને ન્યા ગયો.


જેને કન્યા છે એને જ વર છે; પણ વરનો જે મિત્ર ઉભો રયને એનુ હાંભળે છે, ઈ વરના શબ્દોથી બોવ આનંદ પામે છે; ઈ હાટુ મારો ઈ આનંદ પુરેપુરા થયો છે.


જે મેડી ઉપર અમે ભેગા થયા હતાં, એમા બોવ દીવા બળતા હતા.


હું તમારી વાહવાહ કરું છું કેમ કે, તમે મને બધીય વાતોમાં યાદ કરતાં રયો છો; અને જે શિક્ષણ મેં તમને આપ્યુ છે, એનું ધ્યાન રાખીને પાલન કરતાં રયો.


કેમ કે હું ઠીક એવી જ રીતે સીંતા કરું છું કે, જેમ પરમેશ્વર તમારી સીંતા કરે છે, ઈ હાટુ મે એકમાત્ર વરરાજા મસીહની હારે તમારી હગાય પુરી કરી છે, જેનાથી હું તમને પવિત્ર કુંવારીની જેમ એની હામે હાજર કરીને હોપી દવ.


હવે પરમેશ્વરે મારી હાટુ સ્વર્ગમા ઈનામ રાખી મુકયું છે, એટલે કે, હું એની નજરમાં ન્યાયી જીવન જીવયો છું, ઈ ઈનામ પરભુ ઈસુ જે ધરમી ન્યાયધીશ, એના પાછા આવવાના દિવસે મને આપશે, અને ખાલી મને જ નય પણ જે એને પાછા આવવાની રાહ જોવે છે, ઈ બધાય લોકોને હોતન આપશે.


આપડે આ રીતે વરતન કરી છયી, જઈ આપડે આશા હારે ઈ મહાન દિવસની રાહ જોયી છયી, જેની આપણને આશા છે, ઈ દિવસ જઈ ઈસુ મસીહ, જે આપડો મહાન પરમેશ્વર અને તારનાર છે, ઈ પોતાની પુરી મહિમાની હારે જગત ઉપર પાછો આયશે.


આ ઈ છે જે બાયુના સમાગમથી આઘા રયને પોતાને સોખ્ખા રાખ્યા, જેથી કુવારા છે આ ઈ જ છે કે જ્યાં ક્યાય ઘેટાનુ બસુ જાય છે ન્યા ઈ એની પાછળ જાય છે તેઓ ઈ છે જેઓ પૃથ્વી ઉપરની બધીય માણસ જાતમાથી નોખા થયા છે જેમ કે, લોકો પોતાની ઉપજમાથી પેલુ ફળ પરમેશ્વરને આપે છે ઈ જ રીતે તેઓ પણ પરમેશ્વર અને ઘેટાના બસાને પેલા અર્પણની જેમ આપ્યા છે.


આવો, આપડે રાજી અને ખુશ થાયી, અને એની મહિમા કરી કેમ કે, જે ઘેટાનું બસુ છે એના લગન થાવાના છે અને એની કન્યા એટલે કે, એના વિશ્વાસુઓનું જૂથ, પોતાનો શણગાર કરીને એની હાટુ તૈયાર છે.


મે પરમેશ્વરનાં પવિત્ર શહેરને પણ જોયુ, જો કે નવું યરુશાલેમ શહેર છે, જે સ્વર્ગથી પરમેશ્વર તરફથી નીસે આવી રયું હતું, ઈ શહેરને કન્યાની જેમ તૈયાર કરવામા આવ્યું હતું, જેને લુગડા પેરાવામાં આવ્યા છે અને શણગાર કરવામા આવ્યો છે અને ઈ વરરાજાની હારે લગન કરવા હાટુ તૈયાર છે.


અને પછી ઈ હાત સ્વર્ગદુતોમાંથી એકે જેણે માણસજાત ઉપર હાત છેલ્લી આફતથી ભરેલા હાત પ્યાલા ફેકયા હતાં, મારી હારે વાત કરી એણે કીધું કે, “આયા આવ, હું તને ઈ કન્યાને દેખાડય જેના લગન જલ્દી જ ઘેટાના બસ્સાની હારે થય જાહે.”


ઈ રાજગાદીમાંથી વીજળીઓ અને ગર્જનાઓ નીકળતી હતી, અને રાજગાદીની હામે હાત દીવાઓ હળગી રયાતા, તેઓ પરમેશ્વરની હાત આત્માઓ છે,


પછી ત્રીજા સ્વર્ગદુતે રણશિંગડું વગાડયુ, અને એક મોટો તારો જે મસાલની જેમ હળગતો હતો, આભથી તુટો જે નદીઓ અને પાણીના ઝરાઓ ઉપર પડયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ