પછી ઈ ચાકરનો માલીક એવા વખતે આયશે, જઈ ઈ ચાકરે વિસારુ નય હોય કે, માલીક આયશે, અને પછી ચાકરને બોવ ઠપકો આપશે, અને એને બીજા લોકો, જે એની આજ્ઞા પાળતા નથી, એની હારે આઘો કાઢી મુકશે.
પછી ઈસુએ એમ કેવાનું સાલું રાખ્યું કે, જઈ તમે ઈબ્રાહિમને, ઈસહાકને, યાકુબને અને બધાય આગમભાખીયાઓને પરમેશ્વરનાં રાજ્યમાં જોહો, અને પોતાને બારે કાઢી મુકેલા જોહો, જ્યાં દુખથી રોવું અને દાંતની સકીયું સડાવવાનું થાહે.