32 હવે અંજીર ઉપરથી હમજતા શીખો, જઈ એની ડાળુ કુણયુ હોય તઈ તમે જાણો છો કે, ઉનાળો પાહે આવ્યો છે.
ઈ રણશીંગડાના મોટા અવાજો હારે પોતાના સ્વર્ગદુતોને આખી પૃથ્વીમાંથી પોતાના ગમાડેલા લોકોને ભેગા કરવા મોકલશે.
એમ તમે પણ જઈ ઈ બધી વાતો થાતા જોવ, તઈ તમારે જાણવું કે, મારો આવવાનો વખત પાહે છે.