25 જોવો, આ બધીય ઘટના થયા પેલાથી, મે તમને આની વિષે બતાવ્યું છે. જેથી તમે મારા ચેલાઓ, સાવધાન રયો.
જાવ, હું તમને ઘેટાની જેવા વરુઓના ટોળામાં મોકલું છું, ઈ હાટુ એરુની જેવા હોશિયાર અને કબુતરની જેવા ભોળા થાવ.
કેમ કે, ખોટા મસીહ અને ખોટા આગમભાખીયાઓ આયશે, અને એવા મોટા સમત્કારો કરીને બતાયશે કે, જો થય હકે તો પરમેશ્વરે ગમાડેલા લોકોને પણ ઈ ભરમાવશે.
જો તેઓ તમને કેય કે, “જોવો, ઈ વગડામાં છે,” તો બારે નો જાતા અને કેય કે, જોવો ઈ ઓયડીમાં છે, તો વિશ્વાસ કરતાં નય.
પણ આ તમને મારી વિષે કેવાની તક આપશે.
મે તમને આ બધુય ઈ હાટુ કીધું છે જેથી તમને ઠોકર નો લાગે અને મારાં ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેતા નય કેમ કે, તમારે ઘણીય મુશ્કેલીઓનો સામનો કરવાનો છે.
જેઓએ પેલાથી પાપ કરયા હતા તેઓએ અને બાકીના બીજા બધાયને હું સેતવણી આપવા માગુ છું. આ પેલા મારી બીજી મુલાકાત દરમિયાન પણ મેં સેતવણી આપી હતી કે, અને ફરી હું જઈ તમારામાંથી છેટો છું તઈ પણ સેતવુ છું. હવે પછી હું આવય તઈ સજામાંથી કોય બસી હકશે નય.