પરમેશ્વરે ઈ ભયાનક વખતને ઓછો કરવાનું નક્કી કરયુ છે, કા કોય પણ માણસ બસાવવામાં નો આવત. જીવતું નો રેત. ઈ દિવસો ઓછા કરી નાખશે, જેથી જે લોકોને એણે ગમાડયા છે એની મદદ થાય.
આ કારણથી હું પરમેશ્વરનાં ગમાડેલા લોકોની હાટુ આ બધાય દુખો સહન કરું છું કે, તેઓ પણ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરે અને બસાવ થાય, અને અનંતકાળની મહિમા પ્રાપ્ત કરે.
હું પિતર જે ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું, આ પત્ર લખી રયો છું હું આ પત્ર પરમેશ્વરનાં ગમાડેલા ઈ લોકોને લખી રયો છું જો કે પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયા પ્રાંતના જુદા જુદા શહેરોમાં વિદેશીઓની જેમ રેય છે.