2 તઈ ઈસુએ ચેલાઓને કીધું કે, “શું તમને આ બધુય નથી દેખાતું? હું તમને હાસુ કવ છું કે, એવો એક પણ પાણો ઈ બીજા પાણા ઉપર રેવા દેવાહે નય. આ બધુય નાશ કરવામાં આયશે.”
તેઓ કોટને ભાંગી નાખશે અને બધુય નાશ કરી દેહે, તેઓ તને અને તારા દીકરાઓનો નાશ કરશે, અને એવો એક પણ પાણો ઈ બીજા પાણા ઉપર રેવા દેહે નય; કેમ કે, જે વખતે પરમેશ્વર તને બસાવવા માગતા હતાં ઈ વખતે તુ એને ઓળખી હક્યો નય!”