1 જઈ ઈસુ મંદિરમાંથી નીકળીને મારગે હાલતો હતો, તઈ એના ચેલાઓ મંદિરના બાંધકામો બતાવવા હાટુ એની પાહે આવ્યા.
પછી ઈ મંદિરમાં આવીને શિક્ષણ આપતો હતો, એટલામાં મુખ્ય યાજકોએ લોકોના વડીલોને એની પાહે આવીને પૂછયું કે, “તું ક્યાં અધિકારથી આ કામ કરશો, આ અધિકાર તને કોણે દીધો છે?”
કેમ કે હું તમને કવ છું કે, જ્યાં હુધી તમે એમ નય કયો કે, પરમેશ્વરનાં અધિકારની હારે જે આવે છે, ઈ આશીર્વાદિત છે, ન્યા હુધી હવેથી તમે મને નય જોહો.
તઈ યહુદીઓના અધિકારીઓએ કીધું કે, આ મંદિરને બાંધતા સેતાળી વરહ લાગ્યા છે, અને “શું તુ ત્રણ દિવસમાં પાછુ ઉભું કરય?”