9 પૃથ્વી ઉપર તમે કોયને તમારો બાપ કેતા નય, કેમ કે તમારે એક જ બાપ છે જે સ્વર્ગમાં છે.
તમે પરભુ કેવડાવો નય કેમ કે, એક જે મસીહ છે ઈ જ તમારો પરભુ છે.
કેમ કે, બિનયહુદીઓ આ બધી વસ્તુઓને ગોતે છે, પણ તમારો સ્વર્ગમાંનો બાપ જાણે છે કે, તમારે આ બધી વસ્તુઓની જરૂર છે.
કા તમે ખરાબ હોવા છતાં પણ તમે તમારા દીકરાને હારાવાના આપવાનું જાણો છો, તો તમારા સ્વર્ગમાના બાપ એની પાંહે માંગવાવાળા લોકોને હારાવાના કેમ નય આપે?
“ભાઈઓ અને આગેવાનો હું તમારી હામે મારો બસાવ રજુ કરું છું હાંભળો!”
ભલે તમને મસીહમાં દસ હજાર શિક્ષકો હોવ, તો ઈ તમારા ઘણાય બાપ નથી; કેમ કે મસીહ ઈસુમાં, હારા હમાસાર દ્વારા હું તમારો બાપ બન્યો છું.
હું તમારો બાપ થાય, અને તમે મારા દીકરા-દીકરીઓ થાહો, આયા સર્વસમર્થ પરભુ પરમેશ્વર કેય છે.”
પછી આપડા દેહિક બાપ આપણને શિક્ષણ આપતા અને આપડે તેઓને માન આપતા હતા. તો પછી આપડા આત્મિક બાપ પરમેશ્વરને વિશેષ આધીન થયને આપડે જીવવું જોયી.
જોવો, પરમેશ્વર બાપે આપડી ઉપર બોવ પ્રેમ કરયો છે કે, આપડે એના સંતાન કેવાય, અને ખરેખર આપડે પરમેશ્વરનાં સંતાન પણ છયી. પણ જગતના લોકો ઈ નથી જાણતા કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી કેમ કે, તેવો પરમેશ્વર બાપને નથી ઓળખતા.