ઈસુએ શિક્ષણ આપતા તેઓને કીધુ કે, “યહુદી નિયમના શિક્ષકોથી સાવધાન રયો, તેઓ આ વાત બોવ ગમાડે છે કે, જાહેર જગ્યાઓમાં લોકો તેઓને લાંબા, અને મોઘા લુગડા પેરેલા જોવે અને તેઓ આ ગમાડે છે કે, બજારમાં લોકો તેઓને માનથી સલામ કરે.
એની ઉપર પિતરે જવાબ દઈને ઈસુને કીધું કે, “હે ગુરુ, આયા રેવું આપડી હાટુ હારૂ છે ઈ હાટુ અમે ત્રણ માંડવા બાંધીએ એક તારી હાટુ એક મુસા હાટુ અને એક એલિયા હાટુ.”
ચેલાઓએ ઈસુને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, થોડાક દિવસ પેલા તો યહુદી લોકોના આગેવાનો તને પાણા મારીને મારી નાખવા માગતા હતાં, તો પણ તુ પાછો ન્યા જાવા માગે છે?”
ઈ માણસે રાતે ઈસુની પાહે આવીને એને કીધું કે, “રબ્બી એટલે ગુરુ, અમે જાણી છયી કે, તુ એક ગુરુ છે જે પરમેશ્વર તરફથી આવ્યો છે, તુ જે આ સમત્કારી કામો કરે છે ઈ બીજુ કોય પણ કરી હકતું નો હોય ન્યા હુધી કે, પરમેશ્વર એની હારે નો હોય.”
તેઓએ યોહાનની પાહે આવીને એને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, જે તારી હારે યર્દન નદીને ઓલા પાર હતાં, જેની વિષે ઈ સાક્ષી પુરી છે, ઈ તો જળદીક્ષા આપે છે અને બધાય એની પાહે આવે છે.”