ઈસુએ ફરોશી ટોળાના લોકોને કીધું કે, “તમે લોકોને આગળ પોતાની જાતને ધાર્મિક બતાવો છો, પણ પરમેશ્વર તમારા હ્રદયમાં શું છે ઈ જાણે છે, કેમ કે જે કાય વસ્તું લોકોની નજરમાં ખાસ છે ઈ પરમેશ્વરની આગળ ખરાબ છે.”
માણસો જેનું ભજન કરે છે અને જેને પરભુ માંને છે ઈ બધાયનો ઈ પાપી માણસ નકાર કરશે. ઈ બધાય કરતાં પોતાને મોટો મનાવશે, અને પરમેશ્વરની વિરુધ મંદિરમાં જયને એની જગ્યાએ બેહીને પરમેશ્વર હોવાનો દાવો કરશે.