Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 23:34 - કોલી નવો કરાર

34 ઈ હાટુ જો આગમભાખીયાઓને, જ્ઞાનીઓને, અને યહુદી નિયમના શિક્ષકોને તમારી પાહે મોકલું છું, તો તમે તેઓમાના કેટલાકને મારી નાખશો અને કેટલાકને વધસ્થંભે સડાવી દેહો, અને એમાંથી થોડાકને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં કોરડા મારશો, ગામે ગામ એની વાહે જાહો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 23:34
36 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ એક શહેરમાં તમને સતાવણી કરે, તઈ તમે બીજા શહેરમાં ભાગી જાવ કેમ કે, હું તમને હાસુ કહું છું કે, હું, માણસના દીકરાને આવવા પેલા, તમારામાંથી ઈઝરાયલ દેશના બધાય શહેરમાંથી પાછા ગયા પણ નય હોય.


ફરી ઈસુએ તેઓને કીધુ કે, “ઈ હાટુ દરેક યહુદી નિયમના શિક્ષકો જેઓ સ્વર્ગના રાજ્યનો ચેલો બન્યો છે, ઈ એક ઘરનો માલીક કે, જે પોતાના ભંડારમાંથી નવી અને જુની વસ્તુઓ કાઢે છે એની જેવો છે.”


આથી તમે પોતાની વિરુધમાં સાક્ષી આપો છો કે, આગમભાખીયાઓને મારી નાખનારાનાઓના વંશ તમે જ છો.


અને યરુશાલેમથી લયને બધીય બિનયહુદીઓમાં પસ્તાવાનો, અને પાપોની માફીઓનો પરચાર ખાલી એના નામથી કરવામા આયશે.


તેઓ તમને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકશે, પણ ખરેખર ઈ વખત આવી રયો છે કે, જો કોય તમને મારી નાખશે, તો ઈ પોતે એમ વિસાર કરશે કે, આવું કરવાથી હું પરમેશ્વરની સેવા કરી રયો છું


ઈસુએ પાછુ તેઓને કીધું કે, તમને શાંતિ મળે, જેમ મને બાપે મોકલ્યો છે, એમ જ હું પણ તમને મોકલું છું


પણ જઈ પવિત્ર આત્મા તમારામા આયશે, તઈ તમે સામર્થ પામશો; અને યરુશાલેમ શહેર અને સમરૂન પરદેશ અને આખા યહુદીયામાં અને આખા જગતના છેડા હુધી લોકો મારી વિષે સાક્ષી થાહે.


ઈ દિવસોમાં થોડાક વિશ્વાસી જે આગમભાખીયા હતાં, યરુશાલેમ શહેરથી અંત્યોખ શહેરમાં આવ્યા.


એણે યોહાનના ભાઈ યાકુબને તલવારથી મારી નખાવો.


અંત્યોખ શહેરની મંડળીમાં કેટલા આગમભાખીયા અને વચન શીખવાડવા વાળા હતાં, એમાંથી બાર્નાબાસ, શિમયોન જે નગર કેવાય છે, અને કુરેન ગામનો લુકિયસ, મનાએન જે નાનપણથી હેરોદની હારે નાના-મોટો થયો હતો, અને શાઉલ.


પણ થોડાક યહુદી લોકોએ અંત્યોખ અને ઈકોનીયા શહેરથી આવીને લોકોને પોતાના બાજુ કરી લીધા, અને પાઉલની ઉપર પાણા મારયા, અને ઈ મરી ગયો; એવું હમજીને શહેરની બારે ઢહડીને લય ગયા.


યહુદા અને સિલાસ જે પોતે પણ આગમભાખીયા હતાં, ઘણીય વાતોથી વિશ્વાસી લોકોને સંદેશો આપીને તેઓને વિશ્વાસમા મજબુત કરયા.


તઈ મોટી સભાના લોકોએ ગમલીએનની વાતોને માની લીધી, અને ગમાડેલા ચેલાઓને બોલાવીને માર ખવડાવી, અને એની ઉપર હુકમ કરયો કે, તેઓ હવેથી ઈસુના નામે કોયને પણ કાય નય કેય, અને તેઓને છોડી મુકા.


જઈ હું પુરી રીતે વિશ્વાસીઓની વસે હોવ છું તઈ હું જ્ઞાની શબ્દોની હારે બોલું છું. પણ આ માણસનું જ્ઞાન અને આ જગતના અધિકારીઓનું જ્ઞાન નથી, જેનો નાશ થાવાનો છે.


પરમેશ્વરની મારી ઉપર થયેલી કૃપા પરમાણે કુશળ કારીગર તરીકે મેં પાયો નાખો છે; અને એની ઉપર કોય બીજો બાંધે છે. પણ પોતે એની ઉપર કેવી રીતે બાંધે છે ઈ વિષે હરેકને સાવધન રેવું જોયી.


આપડે બીજાઓને મસીહના વિષે બતાવીએ છયી ઈ પુરા જ્ઞાન હારે જે પરમેશ્વરે આપણને આપ્યુ છે, બધાયને સેતવણી આપે છે, અને બધાયને શિક્ષણ આપે છે, જેથી કોય માણસ મસીહમા એક પાકો વિશ્વાસી બની હકે જઈ પરમેશ્વરની હામે ઉભો થય હકે.


અને તેઓ અમને બિનયહુદીઓને પાપ વિષે બતાવાથી રોકવાની કોશિશ કરી રયા હતાં કે, પરમેશ્વર તેઓને કેમ બસાવી હકે છે.


કેટલાયને પાણા મારીને મારી નાખ્યા, તેઓને કરવતથી વેરી નાખવામાં આવ્યા, કેટલાકને તલવારથી મારી નાખવામાં આવ્યા, કેટલાક જે ગરીબ હતા તેઓને દુખ આપવામાં આવ્યું અને તેઓની હારે ખરાબ વેવાર કરવામાં આવ્યો તેઓ ઘેટાં અને બકરાના સામડામાંથી બનાવેલ ખાલ પેરીને આમ-તેમ ભટકતા રયા.


જે લોકો જગતમાં રેય છે ઈ બેય સાક્ષીઓના મોતથી રાજી થયા, ઈ જમણવાર કરી રયા છે અને એક-બીજાને ભેટ આપે છે કેમ કે, આ બેય આગમભાખીયાઓ જેણે તેઓને પીડાદેનારી આફત મોકલી હતી તેઓ મરી ગયા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ