ઈસુએ શિક્ષણ આપતા તેઓને કીધુ કે, “યહુદી નિયમના શિક્ષકોથી સાવધાન રયો, તેઓ આ વાત બોવ ગમાડે છે કે, જાહેર જગ્યાઓમાં લોકો તેઓને લાંબા, અને મોઘા લુગડા પેરેલા જોવે અને તેઓ આ ગમાડે છે કે, બજારમાં લોકો તેઓને માનથી સલામ કરે.
“યહુદી નિયમના શિક્ષકોથી સાવધાન રયો. ઈ લાંબા લુગડા પેરીને મારગોમાં ફરવાનું અને સોકમાં લોકો તેઓને સલામ કરે, અને માન મેળવા યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં મુખ્ય આસનો ઉપર બેહવાનું અને જમણવારમાં પણ મુખ્ય જગ્યાઓમાં બેહવાનું એને વધારે ગમે છે.