ઓ આંધળા દોરનારાઓ, તમારી હાટુ કેટલો અફસોસ છે! તમે શીખવો છો કે, જો કોય મંદિરના હમ ખાય તો એમા કાય ફેર પડતો નથી, પણ જો કોય મંદિરના હોનાના હમ ખાય, તો એનાથી ઈ બંધાયેલો છે.
પણ તમે કયો છો કે જે કોય પોતાની માં અને બાપને કેય કે, “હું તમારી મદદ નય કરી હકુ કેમ કે, જે હું તમને આપું ઈ મે પરમેશ્વરને આપવાના હમ ખાધા છે, એટલે આ દાન ફક્ત પરમેશ્વર હાટુજ છે.” ત્યારથી, તમે ઈ માણસને એની માં અને બાપની સેવા કરવાની રજા નથી આપતા એમ પરમેશ્વરની આજ્ઞા શીખવે છે.
હું ફરીથી તમને સેતવણી આપું છું કે, જો માણસ ઈ આશાથી સુન્નત કરાવે છે કે, પરમેશ્વરની નજરમાં હાસો ઠરી હકય, તો એને ઈ બધુય કરવુ જોયી જે મુસાનું નિયમશાસ્ત્ર કેય છે.