ઈસુ બેહીને પોતાના બાર ચેલાઓને એની પાહે ભેગા થાવા હાટુ બોલાવીયા અને તેઓને કીધુ કે, “જો કોય તમારામાં મોટો થાવા માગે છે, તો ઈ પોતાની જાતને નાનો કરે અને બધાયનો ચાકર બને.”
એનો અરથ આ છે કે, હું લોકોની આજ્ઞા પાલન કરવા હાટુ બધાયેલો નથી ખાલી એટલા હાટુ કે, તેઓ મને સુકવણી કરે છે, તો પણ હું કોય પણ નો ચાકર બની ગયો છું જેથી હું વધારેમાં વધારે લોકોને મસીહ ઉપર વિશ્વાસ કરવા હાટુ લાવી હકુ.
ખાલી તેઓ જ મસીહના સેવક નથી, હું એનાથી પણ વધીને છું, મે એનાથી ક્યાય વધારે દુખ ભોગવ્યું છે, એનાથી ક્યાય વધારે કેદી બનાવવામાં આવ્યો છું, બોવ બધીવાર કોયડાથી માર ખાધી છે, સદાય મારો જીવ મોતના જોખમમાં પડયો છે.
મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને પરમેશ્વર દ્વારા આઝાદ થાવા હાટુ બોલાવવામાં આવ્યા હતા, ઈ હાટુ હવે તમારે મુસાના શાસ્ત્રનું પાલન કરવાની જરૂરી નથી. પણ પોતાની દેહિક ઈચ્છાઓ પરમાણે કરવા હાટુ હારા અવસર નો બનાવો પણ, પોતાની આઝાદીનો ઉપયોગ પ્રેમથી એક-બીજાની સેવા કરવા હાટુ કરો.