1 તઈ પછી ઈસુએ લોકોની ગડદીને અને પોતાના ચેલાઓને કીધુ કે,
વળી ઈસુએ લોકોને પોતાની પાહે બોલાવીને તેઓને કીધુ કે, “તમે બધાય મારું હાંભળો અને હંમજો.
એટલામાં હજારો લોકો ભેગા થયા, ન્યા હુધી કે, તેઓ એકબીજા ઉપર પડાપડી કરતાં હતાં, ઈસુ ઈ લોકોને બોલ્યો ઈ પેલા એના ચેલાઓને એણે કીધું કે, ફરોશી ટોળાના લોકોના ખમીરથી સેતીને રેજો. હું એવુ માનું છું કે, તેઓ ઢોંગી છે.
તમારે પોતાની જાતને પાકું કરવુ જોયી કે, તમારી હાટુ શું કરવુ હારું છે. અને હજી પણ ઈ કરવાનો વખત છે.