ઈ વખતે તમારામાના કેટલાક જે લોકો યહુદીયા જિલ્લામાં હોય, તેઓ બસવા હાટુ ડુંગર ઉપર ભાગી જાય, શહેરમાં હોય એને બારે નીકળી જાવું અને જે દેશની બાજુમાં હોય એને શહેરમાં આવવું નય.
કેટલાક લોકો તલવારથી મરી જાહે, અને બીજા માણસોને ગુલામ બનાવી લેવામાં આયશે, અને તેઓને બીજા પરદેશમા લય જવામાં આયશે, અને જ્યાં હુધી યરુશાલેમ શહેરમાં બિનયહુદીઓનો વખત પુરો નય થાય, ન્યા હુંધી યરુશાલેમ શહેરમાં બિનયહુદીઓથી પગ તળે છુંદી નાખશે.