4 ફરી એણે બીજા ચાકરોને મોકલીને તેઓને કીધુ કે, “નોતરેલા લોકોને કેજો કે, મે જમણવાર તૈયાર કરયુ છે અને મારા બળદ અને પાળેલા જાનવરો જમણવાર હાટુ કાપ્યા છે, અને ઘણુય બધુ બનાવ્યુ છે, લગનના જમણવારમાં આવો.”
પણ જઈ પવિત્ર આત્મા તમારામા આયશે, તઈ તમે સામર્થ પામશો; અને યરુશાલેમ શહેર અને સમરૂન પરદેશ અને આખા યહુદીયામાં અને આખા જગતના છેડા હુધી લોકો મારી વિષે સાક્ષી થાહે.
તઈ પાઉલ અને બાર્નાબાસે બીક વગર કીધું કે, “જરૂરી હતું કે, પરમેશ્વરનું વચન પેલા તમને હંભળાવવામાં આવ્યું હોત, પણ હવે તમે એનો નકાર કરો છો, અને આપણને અનંતકાળનું જીવન પામવા હાટુ લાયક નથી હમજતા, ઈ હાટુ હવે બિનયહુદી લોકોની પાહે આયશે.