39 બીજી આજ્ઞા એની જેવી જ છે, એટલે જેવો પોતાના ઉપર એવો જ પોતાના પાડોશી ઉપર પ્રેમ કર.
પોતાના માં-બાપને માન આપ, અને જેવો તું તારા ઉપર પ્રેમ કરે છે, તેવો તારા પાડોશી ઉપર પ્રેમ રાખ.”
પેલી અને મુખ્ય આજ્ઞા ઈ જ છે.
આ ઈજ છે કે, બીજા લોકોની ઉપર પણ પ્રેમ રાખ જેમ તુ પોતાની જાત ઉપર પ્રેમ રાખે છે, એના કરતાં બીજી કોય આજ્ઞા નથી.
એક-બીજા ઉપર પ્રેમ રાખવો એની સિવાય બીજુ કોય દેણું નો કરો, કેમ કે, જે કોય બીજા ઉપર પ્રેમ રાખે છે, એણે નિયમનું પુરે-પુરું પાલન કરયુ છે.
આપડામાંથી દરેકે આપડા સાથીનાં વિશ્વાસીઓ હાટુ કામ કરવુ જોયી, જે એની હાટુ હારુ છે અને જે એને રાજી કરશે અને એના વિશ્વાસને મસીહમા મજબુત બનાવશે.
કેમ કે, આખુ નિયમશાસ્ત્ર એક જ વચનમાં પુરૂ થાય છે, એટલે કે, “જેમ તમે પોતાના ઉપર પ્રેમ રાખો છો એમ તમારા પડોસી ઉપર પ્રેમ રાખો.”
ઈ હાટુ જ્યાં હુધી આપણને તક મળી રેય છે, આપડે બધાય લોકોની હારે ભલાય કરી, પણ ખાસ કરીને આપડે જે હારું છે ઈ આપડા વિશ્વાસીયો હાટુ કરવુ જોયી.
જો તમે શાસ્ત્રમા લખેલી આ ખાસ મહત્વના નિયમને પાળો છો, “તો તમે પોતાના પાડોહીથી એવી રીતે પ્રેમ કરો, જેવી રીતે તમે પોતાની જાત ઉપર પ્રેમ કરો છો,” તો તમે ઘણુય હારું કરો છો.