પણ તમને ફરોશી ટોળાના લોકોને અફસોસ છે! કેમ કે, તમે તમારા બગીસામાં થાતો ફુદીનો, સીતાબ અને બીજી બધીય વસ્તુઓનો દસમો ભાગ આપો છો, પણ તમે લોકો તરફ ન્યાયી થાવાનો અને પરમેશ્વરને પ્રેમ કરવાનું ભુલી જાવશો, તમારે આ પરમાણે કરવું જોયી કે, દસમો ભાગ હોતન દેતા રયો અને આવી વાતોને હોતન કરતાં રયો.