32 એણે કીધુ કે, હું ઈબ્રાહિમનો પરમેશ્વર છું, અને ઈસહાકનો અને યાકુબનો પરમેશ્વર છું, અને મરેલાઓનો પરમેશ્વર નથી, પણ જીવતાઓનો પરમેશ્વર છું.
પણ મરેલામાંથી જીવતું ઉઠવું ઈ વિષે પરમેશ્વરે જે તમને કીધુ છે તે શું તમે નથી વાસ્યુ?
આપડા વડવાઓ ઈબ્રાહિમ, ઈસહાક અને યાકુબના પરમેશ્વરે પોતાના સેવક ઈસુની મહિમા કરી, જેને તમે મારી નાખવા હાટુ પકડાવી દીધો, અને પિલાતે એને મુકી દેવાનો ફેસલો કરયો, તઈ તમે એની હામે ઈસુનો નકાર કરયો.
“હું તારા વડવા, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકુબનો પરમેશ્વર છું,” તઈ મુસા બીય ગયો અને ધ્રુજવા લાગ્યો, અને ન્યા લગી કે એને જોવાની એની હિમંત પણ નોતી.
પણ તેઓ હારો દેશ જેમ કે સ્વર્ગીય દેશમાં જાવાની આશા કરતાં હતા. ઈ હાટુ પરમેશ્વર ઈ લોકોના પરમેશ્વર કેવામાં નથી શરમાતો, કેમ કે તેઓએ એની હાટુ એક શહેર તૈયાર કરયુ છે.