તમે જણો છો કે શાસ્ત્રમાં આ શબ્દોનો શું અરથ છે, “મારી હાટુ બલિદાન સડાવવાને બદલે, હું ઈચ્છું છું કે, તમે બીજાઓની હાટુ દયાળુ બનો” જો તમે જાણો કે, એનો શું અરથ છે, તો તમે મારા આ નિર્દોષ ચેલાઓની નિંદા કરતાં નય.
અને તેઓને ઈસુને કીધુ કે, “આ બાળકો જે કેય છે, ઈ શું તું હાંભળે છે?” તઈ તેઓને ઈસુએ જવાબ દીધો કે, “હા, શું તમે કોયદી શાસ્ત્રમાં આ વાંસ્યુ નથી કે, બાળકોના અને ધાવણાઓના મોઢાથી સ્તુતિ કરાવી છે?”