29 તઈ ઈસુએ તેઓને જવાબ દીધો કે, શાસ્ત્ર અને પરમેશ્વરનું પરાક્રમ તમે જાણતા નથી, આ કારણથી તમે ભૂલ ખાવ છો.
હવે તેઓ મરેલામાંથી જીવતા થાહે તઈ ઈ બાય કોની બાયડી થાહે? કેમ કે, ઈ હાતેય ભાઈઓની બાયડી બની હતી.
ઈસુએ તેઓને કીધુ કે, શાસ્ત્ર અને પરમેશ્વરનું પરાક્રમ તમે જાણતા નથી, આ કારણથી તમે ભૂલ ખાઓ છો.
કેમ કે, પરમેશ્વર હાટુ કાય અશક્ય નથી.”
કેમ કે, ઈ હજી હુધી શાસ્ત્રના ઈ લેખને નોતા હમજી હક્યાં કે, જેની પરમાણે ઈસુનું મરણમાંથી જીવતું થાવુ ફરજીયાત હતું.
અને પરમેશ્વર મરેલામાંથી પાછા જીવતા કરે છે, આ વાત ઉપર વિશ્વાસ કરવો તમને કેમ કઠણ લાગે છે?
જેટલી વાતો પેલાથી શાસ્ત્રમા લખેલી છે, ઈ આપડા જ શિક્ષણ હાટુ લખેલુ છે કે, જેથી શાસ્ત્રમાંથી મળતા ધીરજ અને પ્રોત્સાહનથી આપડામાં આશા ઉત્પન થાય.
જાગરૂત થાવ, ન્યયીપણાથી જીવો અને પાપ કરવુ નય; કેમ કે, ઘણાય લોકો પરમેશ્વર વિષે અજ્ઞાની છે; આવું હું તમને શરમાવા હાટુ કવ છું.
જે સામર્થ્યથી ઈ બધીય બાબતોને પોતાના અધિકાર નીસે લીયાવી હકે છે, ઈજ સામર્થ્યથી ઈ આપડા નાશ થય જાનારા દેહને બદલી નાખશે અને એના મહિમાવંત દેહ જેવા કરશે.