26 ઈ પરમાણે બીજો અને ત્રીજો એમ હાતેય ભાઈઓ મરી ગયા.
પછી તેઓએ પોતાના ચેલાઓને હેરોદ રાજાને માનવાવાળાઓ સહિત એની પાહે મોકલીને કેવડાવું કે, “ગુરુ, અમે જાણી છયી કે, તમે હાસા છો, તમે પરમેશ્વરનો મારગ હાસાયથી બતાવો છો, અને તમે કોયની પરવા કરતાં નથી કેમ કે, તમે માણસો વસ્સે પક્ષપાત કરતાં નથી,
તો અમારામાં હાત ભાઈઓ હતાં, બધાયથી મોટા ભાઈએ લગન કરી લીધા પણ બાળકો વગર ઈ મરી ગયો. ઈ હાટુ એની રંડાયેલી બાયડીની હારે એના બીજા ભાઈએ લગન કરી લીધા.
અને બધાયથી છેલ્લે ઈ બાય હોતન મરી ગય.