18 પણ ઈસુએ તેઓની ભૂંડાય જાણીને કીધુ કે, “ઓ ઢોંગીઓ, તમે મારૂ પારખું કેમ કરો છો?
પણ ઈસુ આવું જાણીને ન્યાથી નીકળી ગયો, ઘણાય માણસો એની વાહે ગયા, ઈ બધાયને હાજા કરયા,
ફરોશી ટોળાના લોકોએ ઈસુની પાહે આવીને એને પારખવા હાટુ પુછયું કે, “ક્યાં કારણને લીધે માણસને પોતાની બાયડીને છુટાછેડા દેવાની રજા છે?”
તો હવે અમને બતાય કે, રોમી સમ્રાટને વેરો આપવાનું હારું છે કે નય?”
કરનું નાણું મને દેખાડો.” તઈ તેઓ એક દીનાર એની પાહે લીયાવ્યા.
એની પછી માલિકે એક હજી બીજાને મોકલ્યો, અને તેઓએ એને મારી નાખ્યો, તઈ એણે હજી ઘણાયને મોકલ્યા, એનામાંથી તેઓએ કેટલાકને મારયા, અને કેટલાકને મારી નાખ્યા.
ઈસુએ તરત જાણી લીધું કે, તેઓ મનમા શું વિસારતા હતાં, અને તેઓને કીધુ કે, તમારે આવું નો વિસારવું જોયી.
જઈ એક દિવસ ઈસુ લોકોને શિક્ષણ આપતા હતા, તઈ યહુદી નિયમના શિક્ષકોમાંના એકે ઉભા થયને એની પરીક્ષા લેતા ઈસુને પુછયું કે, “હે ગુરુ, અનંતકાળનું જીવન પામવા હું શું કરું?”
પણ ઈસુ તેઓની સાલાકી હંમજી ગયો અને તેઓને કીધુ કે,
પણ ઈસુએ તેઓના વિસારો જાણીને તેઓને કીધુ કે, “તમે તમારા હ્રદયમાં શું વિસાર કરો છો?”
પછી ઈસુએ તેઓના મન જાણીને એક બાળકને લયને પોતાની પાહે ઉભો રાખ્યો,
અને એને કોયની જરૂર નથી, કેમ કે એને લોકોના વિષે બતાવ્યું, કારણ કે, માણસના મનમા શું છે ઈ ઈસુ જાણતો હતો.
તેઓએ ઈસુને ઓળખવા હાટુ આ વાત કરી, જેથી એની ઉપર કોય આરોપ લગાડવા હાટુ કોય વાત મળી જાય, પણ ઈસુ નમીને આંગળીથી જમીન ઉપર ક્યાક લખવા મંડયો.
તઈ પિતરે એને કીધું કે, “આ શું વાત છે? તમે બેય પરભુના આત્માની પરીક્ષા હાટુ સહમત થય ગયા છો? જો, તારા ધણીને ડાટવાવાળા કમાડ પાહે ઉભા છે, અને તને પણ બારે લય જાહે.”
હું ઈ લોકોને મારી નાખય જે એના શિક્ષણનું અનુસરણ કરે છે, અને બધીય મંડળીઓ જાણી લેહે કે હું જ છું જે દરેક વ્યક્તિના મનના વિચારોને અને હેતુને પારખુ છું હું તમારામાના દરેકને એના કામ પરમાણે ફળ આપય.