પિતરે કીધુ કે, “હા.” અને ઈ ઘરમાં આવ્યો તઈ એના બોલતા પેલા ઈસુએ કીધુ કે, “સિમોન, એને શું લાગે છે, જગતના રાજાઓ કોની પાહેથી દાણ કા વેરો લેય છે? પોતાના દીકરાઓ પાહેથી કે પરદેશીઓ પાહેથી?”
રોમી સમ્રાટ તિબેરીયાસના રાજ્યને પંદરમે વરહે જઈ પોંતિયસ પિલાત યહુદીયા પરદેશનો રાજા હતો, અને હેરોદ ગાલીલ પરદેશનો રાજા હતો, અને એનો ભાઈ ફિલિપ ઈતુરાઈનો અને ત્રાખોનિતીયા પરદેશનો રાજા હતો, અને લુસાનિયાસ આબીલેન પરદેશના રાજા હતો.
અને યાસોને એને પોતાના ઘરમાં રાખ્યા છે, ઈ બધાય રોમી સમ્રાટની આજ્ઞા વિરોધમાં કામ કરે છે; અને કેય છે કે, હજીય બીજો રાજા છે, જેનું નામ ઈસુ છે, અને રોમી સમ્રાટનો વિરોધ કરે છે.”
એની પછી નામ લખવાના દિવસે ગાલીલ પરદેશમા યહુદા આવ્યો, અને એણે ઘણાય લોકોને એની બાજુ કરી લીધા, અને એને પણ મારી નાખયા, અને એની વાહે-વાહે હાલનારા લોકો વેર વિખેર થય ગયા.