પણ જે સમત્કારો એણે કરયા અને જે બાળકો મંદિરમાં મોટા અવાજે દાઉદના દીકરાને હોસાન્ના કેતા હતા, તેઓને જઈ મુખ્ય યાજકોએ અને યહુદી નિયમના શિક્ષકોએ જોયા તઈ તેઓ બોવ ગુસ્સે થયાં.
જોવ તમારુ ઘર ઉજ્જડ મુકાયુ છે. કેમ કે હું તમને કવ છું કે, જ્યાં હુધી તમે એમ નય કયો કે, પરમેશ્વરનાં અધિકારની હારે જે આવે છે, ઈ આશીર્વાદિત છે, ન્યા હુધી હવેથી તમે મને નય જોવો.