“ઈ બાળક ક્યાં છે? જે યહુદી લોકોનો રાજા બનવા હાટુ જનમો છે. એના જનમના વિષે બતાવનારા તારાને અમે અમારા દેશમાં જોયો અને યરુશાલેમમાં અમે એનું ભજન કરવા આવ્યા છયી.”
“ઓ યહુદીયા પરદેશના બેથલેહેમ નગરના લોકો! તું કોય પણ રીતે યહુદીઓના રાજ્યોમાંથી નાનું નથી; કેમ કે, તારામાંથી એક માણસનો દીકરો આગેવાન થાહે, જે અમારા ઈઝરાયલ દેશના લોકોનો પાળક બનશે.”