3 જો કોય તમને પૂછે તો તમે કેજો કે, “પરભુને એનો ખપ છે, એટલે તરત એને લોકો તમારી હારે મોકલી દેહે.”
અને કીધુ કે, જો તમે હામેના ગામમાં જાવ અને એમા પૂગતા જ એક ગધેડાનું ખોલકું મળશે; એને છોડીને મારી પાહે લીયાવો.
હવે આ ઈ હાટુ થયુ કે, જે પરમેશ્વરે આગમભાખીયાને કીધુ હતું, ઈ પુરૂ થાય:
કેમ કે, એણે બધાય લોકો ઉપર અધિકાર દીધો, જે ઈ મને આપ્યુ છે તેઓ બધાયને ઈ અનંતકાળનું જીવન દેય.
બાપ દીકરાને પ્રેમ કરે છે અને ઈ બધુય એની તાકાત નીસે મુકે છે.
નોતો એને કોય વસ્તુની જરૂર છે, જેનાથી કે ઈ માણસોના હાથની સેવાને પામી હકે, કેમ કે ઈ પોતે જ બધાયને જીવન, શ્વાસ અને બધુય દેય છે.
તમને મદદ કરવા હાટુ અમારા જેટલી પરવા તિતસમાં દેખાડી ઈ હાટુ આપડે પરમેશ્વરનો આભાર માની છયી.
તમે આપડા પરભુ ઈસુ મસીહની કૃપા જાણો છો કે, તેઓ તો રૂપીયાવાળા હોવા છતાં તમારી હાટુ ગરીબ બન્યા કે, જેથી તમે એની ગરીબીના કારણે રૂપીયાવાળા બનો.
કેમ કે, દરેક હારું વરદાન અને દરેક હારું દાન આપડા પરમેશ્વર બાપની તરફથી જ છે, જેણે આકાશમાં બધાય અંજવાળા બનાવ્યા. પરમેશ્વર સદાય એક સમાન છે, અને ઈ છાયાની જેમ બદલાતા નથી.