23 પછી ઈ મંદિરમાં આવીને શિક્ષણ આપતો હતો, એટલામાં મુખ્ય યાજકોએ લોકોના વડીલોને એની પાહે આવીને પૂછયું કે, “તું ક્યાં અધિકારથી આ કામ કરશો, આ અધિકાર તને કોણે દીધો છે?”
ઈ જ વખતે ઈસુએ લોકોના ટોળાને કીધુ કે, “શું તમે તલવારો અને લાકડીઓ લયને સોરની જેમ મને પકડવા નીકળી આવ્યા છો? હું દરોજ મંદિરમાં બેહીને શિક્ષણ આપતો હતો, તઈ તમે મને પકડયો નય.”
એક દિવસે એવુ બનું કે, જઈ ઈ મંદિરમાં લોકોને શિક્ષણ આપતો હતો અને હારા હમાસાર હંભળાવી રયો હતો, તઈ મુખ્ય યાજકો, યહુદી નિયમના શિક્ષકો, અને યહુદી વડીલો એની પાહે ઉભા રયા.