ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “હું તમને હાસુ કવ છું કે, જો તમે વિશ્વાસ રાખો, અને શંકા નો કરો; તો નય ખાલી આવું કરશો, જે આ અંજીર ઝાડને કરેલું છે; પણ જો આ ડુંઘરાને કેહો કે, ઉખડી જા, અને દરીયામાં જયને પડ, તો એમ થય જાહે.
તઈ ઈસુ ઈ હાંભળીને નવાય પામ્યો અને વાહે આવનારાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, મેં આખાય ઈઝરાયલ દેશના લોકોમાં પણ એક એવો માણસ નથી જોયો, જે બિનયહુદીની જેમ મારા ઉપર વિશ્વાસ કરે છે.