18 હવારે ગામમાંથી પાછા આવતાં ઈસુને ભુખ લાગી.
ઈ વખતે વિશ્રામવારનાં દિવસે ઈસુ અને એના ચેલાઓ ખેતરમાં થયને જાતા હતા, અને એના ચેલાઓને ભૂખ લાગી હતી, અને તેઓ ઘઉની ડુંડીયું તોડીને દાણા ખાવા લાગ્યા.
ઈસુ સ્યાલીસ રાત અને દિવસ, ખાધા વગર રયો, પછી એને ભૂખ લાગી.
તઈ આત્મા ઈસુને સ્યાલીસ રાત અને દિવસ હાટુ વગડામાં લય જય, અને જઈ ઈ ન્યા હતો ન્યા હુધી શેતાન એનુ પરીક્ષણ કરતો રયો. ઈ દિવસો હુધી ઈસુ વગડામાં હતો અને એણે કાય પણ ખાધુ નોતુ, ઈ હાટુ જઈ સાલીસ દિવસ પુરા થયા તઈ એને બોવ જ ભૂખ લાગી.
કેમ કે, આપડા આયા મોટો પ્રમુખ યાજક આપડી દરેક નબળાય ઉપર દયા કરે છે, પણ ઈ એક જ છે, જે આપડી જેમ દરેક વાતોમાં પરીક્ષણમાં પડયો તોય એણે કોય પાપ કરયુ નય.