યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો એકબીજાની હારે અંદરો અંદર સરસા કરવા લાગ્યા કે, “આ માણસ અભિમાની છે અને આવું કયને પરમેશ્વરની નિંદા કરે છે! આપડે બધાય જાણી છયી કે, પરમેશ્વર સિવાય બીજો કોય પણ પાપોની માફી આપી હક્તો નથી.”
હેરોદ રાજાએ કીધું કે, “મે યોહાન જળદીક્ષા દેનારનું માથું કપાવી નાખ્યુ હતું, પણ જેના સબંધી હું આવી વાતો હાંભળુ છું, ઈ કોણ છે?” અને એણે એને જોવાની કોશીશ કરી.