9 જેઓને એણે લગભગ પાંસ વાગે હાંજે કામ ઉપર રાખ્યા હતા, તેઓ જઈ આવે તઈ તેઓને એક-એક દીનાર એટલે આખા દિવસની મજુરી આપવામાં આવે.
પછી જે મજુરો હવારે આવ્યા, તેઓ એવું ધારતા હતા કે, તેઓને વધારે મળશે; પણ તેઓને પણ એક દીનાર એટલે એક દિવસની મજુરી મળી.
અને એણે મજૂરોની હારે રોજનો એક દીનાર એટલે એક દિવસની મજુરી નક્કી કરીને પોતાની દ્રાક્ષાવાડીમાં કામ કરવા તેઓને મોકલ્યા.
હાંજ પડી તઈ દ્રાક્ષાવાડીના માલીકે પોતાના કામની જવાબદારી રાખવાવાળાને કીધુ કે, “મજુરોને બોલાવીને જે બધાયથી છેલ્લે કામ કરવા હાટુ આવ્યા હતા, તેઓથી લયને પેલા હુધી તેઓની મજુરી તેઓને આપી દેય.”