8 હાંજ પડી તઈ દ્રાક્ષાવાડીના માલીકે પોતાના કામની જવાબદારી રાખવાવાળાને કીધુ કે, “મજુરોને બોલાવીને જે બધાયથી છેલ્લે કામ કરવા હાટુ આવ્યા હતા, તેઓથી લયને પેલા હુધી તેઓની મજુરી તેઓને આપી દેય.”
પરભુએ કીધું કે, એક વિશ્વાસી અને બુદ્ધિશાળી ચાકર કોણ છે, શું ઈ જેને ઘરનો માલીક બીજા ચાકરોનું ધ્યાન રાખવા હાટુ કારભારી ઠરાવે છે, જેથી ઈ તેઓને વખતસર ખાવાની વસ્તુઓ આપે?
અને રાજા હેરોદના ખોઝા કારભારીની બાયડી યોહાન્ના અને સુસાન્ના અને બીજી ઘણીય બધીય બાયુ જે પોતાની પુંજી વાપરીને ઈસુ અને એના ચેલાઓની સેવામા મદદ કરતી હતી ઈ હોતન તેઓની હારે હતી.
વિશ્વાસીઓને ઈ બધાય વરદાનોનો ઉપયોગ કરવો જોયી, જે પરમેશ્વરે દરેકને બીજાઓની સેવા કરવા હાટુ દીધા છે, એને જુદા-જુદા વરદાનોનો હારી રીતે ઉપયોગ કરવો જોયી, જે પરમેશ્વરે કૃપાથી તેઓને દીધા છે.