6 લગભગ હાંજે પાંસ વાગે ઈ પાછો બાર જયને બીજાને નવરા ઉભેલા જોયા અને તઈ માલિકે તેઓને કીધુ કે, “આખો દિવસ તમે કેમ આયા નવરા ઉભા છો?” તેઓએ એને કીધુ કે, ઈ હાટુ કે, કોયે અમને મજૂરીએ બોલાવા નય.
વળી બપોરે લગભગ બાર વાગે અને ત્રણ વાગ્યાની આજુબાજુ, એણે બારે જયને એમ જ કરયુ.
એણે તેઓને કીધુ કે, “તમે પણ મારી દ્રાક્ષાવાડીમાં જાવ, અને કામ કરો.”
જેઓને એણે લગભગ પાંસ વાગે હાંજે કામ ઉપર રાખ્યા હતા, તેઓ જઈ આવે તઈ તેઓને એક-એક દીનાર એટલે આખા દિવસની મજુરી આપવામાં આવે.
જ્યાં લગી દિવસ છે, મને મોકલનારાના કામમા લાગી રેવું જરૂરી છે. કેમ કે, રાત થાવાની છે, જેમાં કોય માણસ કામ નથી કરી હક્તો.
(ઈ હાટુ કે બધાય આથેન્સમાં રેનારા અને પરદેશી જે ન્યા રેતા હતાં, ઈ નવી-નવી વાતો કેવા અને હાંભળવાની સિવાય બીજા કોય પણ કામમા વખત કાઢતાં નોતા.)
આ ઈ હાટુ છે જેથી તમે આળસુ નો બનો, પણ જે લોકોએ પોતાના વિશ્વાસ અને ધીરજના કારણે પરમેશ્વરનાં વાયદાને મેળવા છે એને નમુનો રાખીને એની પરમાણે કરો.