31 લોકો એને ખીજાણા કે, સુપ રે ભાઈ પણ એની હાટુ રાડ પાડી કે, “ઓ પરભુ, દાઉદ રાજાના કુળના દીકરા મારી ઉપર દયા કર.”
પણ ઈસુએ કોય જવાબ આપ્યો નય, અને એના ચેલાઓએ આવીને એનાથી વિનવણી કરી કે, “એને વિદાય કર; કેમ કે, ઈ આપડી વાહે રાડુ પાડતી આવે છે.”
તઈ પછી તેઓ બાળકોને ઈસુની પાહે લાવ્યા કે, ઈ હાટુ કે ઈ તેઓની ઉપર હાથ મૂકીને પ્રાર્થના કરે; પણ ચેલાઓ લોકોને ખીજાણા.
જોવ બે આંધળા મારગની કોરે બેઠા હતા, અને ઈસુ પાહેથી થયને જાય છે, ઈ હાંભળીને તેઓએ રાડો પાડી કે, “ઓ રાજા દાઉદના કુળના દીકરા અમારી ઉપર દયા કર.”
તઈ ઈસુ ઉભો રય ગયો અને તેઓને બોલાવીને કીધુ કે, “તારી શું મરજી છે? હું તારી હાટુ શું કરું?”
જઈ ઈસુ ત્યાંથી જાતો હતો, તઈ બે આંધળા એની વાહે જયને રાડો પાડવા લાગ્યા, “ઓ રાજા દાઉદના કુળના દીકરા, અમારી ઉપર દયા કર.”
ન્યા જે માણસો આગળ ટોળાને દોરતા હતાં, તેઓએ આંધળા માણસને ધમકાવીને એમ કીધુ કે, શાંતિ રાખ પણ ઈ આંધળો માણસ વધારે રાડ પાડવા મંડ્યો, “હે, દાઉદ રાજાના કુળના દીકરા, મારી ઉપર દયા કર.”
ઈ હાટુ સદાય પ્રાર્થના કરતાં રયો, જઈ તમે પ્રાર્થના કરો છો તો સાવધાન રયો અને સદાય હાટુ પરમેશ્વરનો આભાર માનો.
દરેક વખતે પ્રાર્થના કરતાં રયો.