યરુશાલેમ જાતી વખતે, ઈસુ અને ચેલાઓ યરીખો નગરમાં આવ્યા, જેમ કે, ઈસુ અને એના ચેલાઓ અને બીજા લોકોની મોટી ગદડી શહેર છોડીને જાતી હતી, તઈ એક બાર્તિમાય નામનો આંધળો ભિખારી રસ્તાની કોરે બેઠો હતો. ઈ તિમાયનો દીકરો હતો.
“પરભુનો આત્મા મારા ઉપર છે, કેમ કે, ગરીબો આગળ હારા હમાસાર પરગટ કરવા હારું એણે મારો અભિષેક કરયો છે, અને બન્દીવાનોને છુટકરો અને આંધળાઓને આખું આપવાનું જાહેર કરવા, દુખી લોકોને છોડાવવા,