પણ તે જ દાસે બારે નીકળીને પોતાના સાથી ચાકરોમાના એકને જોયો કે, જે એના હો દીનાર એટલે કે, હો દિવસની મજુરીનો દેવાદાર હતો, એને એનો કાંઠલો પકડીને કીધુ કે, “તારૂ લેણું વાળ.”
તઈ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “જે રીતે ખેતરમાં બોવજ પાક હોય છે, એવા ઘણાય બધા લોકો છે, જે મારા સંદેશાને હાંભળવા હાટુ તૈયાર છે. પણ મારા સંદેશાને વિષે બતાવવા હાટુ લોકો ઓછા છે.
બીજે દિવસે એણે બે દીનાર (બે દિવસની મજદુરી જેટલું) કાઢીને ઉતારાવાળાને આપીને કીધું કે, “એની સારવાર કરજે, અને જે કાય વધારે ખરચ થાહે, ઈ હું પાછો આવય તઈ તને આપય.”
તને યાદ હશે કે, તુ બાળક હતો ન્યાથી જ તને જુના કરારના પવિત્ર શાસ્ત્રોની વાતુની ખબર છે; તેઓ તને મસીહ ઈસુમાં વિશ્વાસ દ્વારા તારણ મેળવવા હાટુ જ્ઞાન આપી હકે છે.
મે ઈ સ્યાર જીવતા પ્રાણીઓની વસેથી કોય માણસના અવાજ જેવું હાંભળ્યું, ભવિષ્યમાં પૃથ્વી ઉપર દુકાળ થાહે ઈ હાટુ “એક દીનારનાં એક કિલો ઘઉં અને એક દીનારનાં ત્રણ કિલો જવ હશે, પણ જૈતુન તેલ અને દ્રાક્ષારસને નુકશાન નો થાય.”